ટંકારા પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે આર્ટિકા-ફોર્ચ્યુનારને હડફેટે લેતા અકસ્માત, બંને વાહનમાં નુકશાન: સદનસીબે કોઈ જાનહાનિ નહીં
SHARE
ટંકારા પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે આર્ટિકા-ફોર્ચ્યુનારને હડફેટે લેતા અકસ્માત, બંને વાહનમાં નુકશાન: સદનસીબે કોઈ જાનહાનિ નહીં
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં સ્પીડબેકર પાસેથી આર્ટિકા ગાડી લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ આવી રહેલ ટ્રક ચાલકે પોતાનું વાહનથી બેફિકરાઈથી ચલાવીને આર્ટિકા ગાડીની ખાલી સાઇડમાં તથા ફોર્ચ્યુનારને પાછળથી હડફેટે લેતા બંને ગાડીમાં નુકશાની થયેલ છે જે બાબતની હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ખેવારીયા ગામે રહેતા મિલનભાઈ રામજીભાઈ રાજપરા જાતે પટેલ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટાટા ટ્રક નંબર જીજે ૩૨ ટી ૪૬૪૮ ના ચાલક જેસીંગભાઇ દાસાભાઈ વાજા રહે સુત્રાપાડા જિલ્લો જુનાગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારાના પોલીસ સ્ટેશન સામે રાજકોટ તરફથી મોરબી બાજુ જવાના ઓવરબ્રિજના રસ્તા ઉપર આવતા સ્પીડબેકર પાસેથી ફરિયાદી પોતાની આર્ટિગા ગાડી નંબર જીજે ૩૬ એએલ ૦૨૫૩ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્પીડ બ્રેકર હોવાના કારણે તેમણે પોતાના વાહનને ધીમું કર્યું હતું અને ત્યારે તેની બાજુમાંથી હળવદના રહેવાસીની ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે ૩૬ એએલ ૪૫૯૯ પસાર થઈ રહી હતી દરમિયાન આ બંને ગાડીઓની પાછળના ભાગમાં આવી રહેલ ટ્રક ચાલકે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા પહેલ ફોરચ્યુનર ગાડીની પાછળના ભાગમાં તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને ફોર્ચ્યુનર ગાડીના કાચ અને બમ્પરમાં તેમજ જમણી બાજુની સાઈડમાં નુકસાન થયું હતું અને આવી જ રીતે ફરિયાદીની આર્ટિગા ગાડીની ખાલી સાઇડનો દરવાજો, આગળ પાછળના બમ્પર અને બંને વિલમાં ટ્રક ચાલકે નુકસાન કર્યું છે જો કે, સદ નસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ બે ગાડીમાં નુકસાન થયું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વરલી જુગાર
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સિરાજભાઈ અલ્લારખાભાઈ પીપરવાડીયા જાતે પીંજારા (૪૭) રહે. ઈદ મસ્જિદ રોડ મચ્છીપીઠ પાસે મોરબી તથા આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ જાતે મકરાણી (૪૪) રહે. મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે