મોરબીના જૂના રફાળેશ્વર રોડે પાણીના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત-બચાવવા પડેલા બે સારવારમાં
મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
ગત તા.૨૪-૫ ના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા આદ્ય ઋષિ મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સૃષ્ટિના આદ્ય પત્રકાર મહર્ષિ નારદજીને માનવામાં આવે છે.આ પ્રસંગે મોરબી શહેરના પત્રકાર બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ પત્રકાર મિત્રોની સાથે ગોષ્ઠિ કરી હતી અને સમાજ જીવનમાં સાચા પત્રકારત્વનું મહત્વ ઉચ્ચ સ્થાને છે તે અંગે વાતચીત કરી હતી.પત્રકારો સાથે ગોષ્ઠીના આ સુંદર કાર્યક્રમ બાદ ભોજન લઈને સૌએ આરએસએસ દ્વારા શિશુ મંદિરમાં ચાલતા પ્રારંભિક વર્ગની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમની સફળતા માટે જયદીપભાઈ કંઝારિયા, ચિરાગભાઈ ભોરણીયા, દિલીપભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.