મોરબી શીશુ મંદિર ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં ૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબીમાં ૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન
૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે "જીવવું હોય તો વ્યસન છોડો, નહીંતર વ્યસન જીવતાં નહિં છોડે" એટલે કે "તમાકુને કહો ના..જીંદગીને કહો હા."નાં અનુસંધાને ડ્રોઈંગ સીટમાં સ્લોગન લખીને પ્રશ્નોતરી સ્પર્ધામાં વીડીયો દ્વારાં ભાગ લેવાં બાબતે લોકોમાં વ્યશન કરતા અટકાવીને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાના હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી ખાતે ખાતે કાર્યરત છે.વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર ઉપરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે.તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે.તમાકુ નિષેઘ એટલે લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનોનો ત્યાગ કરીને તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવનમાં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.તે હેતુથી આગામી તા.૩૧ મે એટલે કે "વિશ્વ તમાકુ નિષેધ દિવસ"નાં અનુસંધાને ડ્રોઈંગ સીટમાં કેટેગરી મુજબ સ્લોગન દોરી કલર પુરી, ઘર, ઓફિસ કે જાહેર સ્થળોએ લગાડો સાથે આપેલ પ્રશ્નનાં જવાબનો વિડીઓ બનાવી મોકલી આપો.લોકોને વ્યસન કરતાં અટકાવીએ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીએ.વિશ્વ તમાકુ નિષેધ દિવસની આ સ્પર્ધામાં ડ્રોઈંગ સીટમાં કેટેગરી મુજબ આપેલ સ્લોગન લખી કલર પુરી સાથે કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં ઉત્તરનો વિડીયો બનાવીને છેલ્લી તા.૩૧-૫ સાંજે ૬ સુધીમાં લલીતભાઇ ભટ્ટ કે દિપેનભાઇ ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦, ૯૭૨૭૯ ૮૬૩૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.