મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ
મોરબીના જૂના રફાળેશ્વર રોડે પાણીના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત-બચાવવા પડેલા બે સારવારમાં
SHARE
મોરબીના જૂના રફાળેશ્વર રોડે પાણીના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત-બચાવવા પડેલા બે સારવારમાં
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ તળાવ ખાતે એક યુવાન ડૂબી રહ્યો હતો અને તે ડૂબતા યુવાને બચાવવા માટે બે અજાણ્યા સ્ત્રી-પુરુષ પણ તળાવમાં કુદયા હતા.જે બનાવમાં બચાવવા માટે પડેલા અજાણ્યા સ્ત્રી પુરુષને નાની-મોટી ઈજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા છે.જ્યારે એક યુવાનનું ડૂબી જતા મોત થતા આ બનાવની તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકાનાં જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ ડમ્પિંગ યાર્ડની સામે તળાવમાં કોઈ અજાણ્યો માણસ ડૂબી ગયેલ છે.તેવો મોરબી ફાયર કંટ્રોલરૂમમાં કોલ આવેલ હતો જેથી કરીને તા.૨૮ ના રોજ સવારે સાડા દસ વાગ્યાથી મોરબી ફાયરની ટિમ ત્યાં પાણીમાં શોધખોળ કરી રહી હતી અને સાત કલાકની ભારે જહેમત બાદ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢેલ છે અને હાલમાં તે ડેડબોડીને મોરબીની સિવિલે ખસેડવામાં આવેલ છે અને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ આજુબાજુના કારખાનામાં કામ કરતો મજુર હોવાનું અને તેને બચાવવામાં બે લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોય તેવું સામે આવેલ છે.આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા જીઓગ્રેસ સીરામીક એલએલપી નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો તુકાઇભાઇ સોરેન ઉર્ફે ટોકીયોભાઇ નામનો આશરે ૩૦ થી ૩૫ વર્ષનો યુવાન રફાળેશ્વર નજીક આવેલ તળાવમાં નાહવા માટે ગયો હતો અને તે ડૂબવા લાગ્યો હતો.ત્યારે તેને ડૂબતો બચાવવા માટે એક અજાણ્યો પુરુષ (ઉ.વ.આ.૩૫) અને એક અજાણી સ્ત્રી (ઉ.વ.આ.૩૦) બંને તળાવમાં તે યુવાનને બચાવવા માટે પડ્યા હતા.ત્યારે તે યુવાનને બચાવવા દરમિયાન આ બંને લોકોને પણ નાની મોટી ઈજાઓ થઈ હોય આશરે પાંત્રીસેક વર્ષના એક અજાણ્યા પુરૂષને તેમજ ત્રીસેક વર્ષની એક અજાણી સ્ત્રીને પણ સરકારી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે તુકાઇભાઇ સોરેન ઉર્ફે ટોક્યોભાઇ નામના આશરે ૩૦ થી ૩૫ વર્ષીય યુવાન હાલ રહે.જીઓગ્રેસ સિરામિક એલએલપી જુના રફાળેશ્વર રોડ તા.જી.મોરબી વાળાનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયુ હોવાનું તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.આ કેસની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા મકાનસર ગામે રહેતા દયાબેન બાબુભાઈ દેગામા નામના સિતેર વર્ષના વૃદ્ધાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાયેય છે.
ઊંઘની ગોળીઓ ખાઈ જતા સારવારમાં
મોરબીના બગથળા ગામે નકલંક મંદિરની સામે આવેલી પટેલ સોસાયટીમાં રહેતા બેચરભાઈ ગોકળભાઈ આદ્રોજા નામના ૭૫ વર્ષના વૃદ્ધ તેઓના ઘરે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ ગયા હતા.જેથી અસર થતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ મથકમાં હોસ્પિટલ સુત્રો દ્વારા જાણ કરવામાં આવતા તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવની નોંધ કરીને તે દિશામાં આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.