હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE













મોરબીની કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીની સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી જે ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો તે આરોપીની એક વર્ષ બાદ હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ છે જેથી કરીને મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન આજથી આશરે એકાદ વર્ષ પહેલા મોરબી ખાણ ખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હીટાચી મશીન ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા પકડેલ હતું અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયેલ હતો જે હીટાચી મશીન છોડવવા માટે તેઓએ હાઇકોર્ટમાં અરજી કરેલ હતી અને હાઇકોર્ટ સોલવંશી જામીન મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કરેલ હતો જો કે, આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેસન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા કોર્ટના ધ્યાને આવ્યું હતું અને કોર્ટના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૧૨૦ (બી), ૨૦૦, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં ત્રણ આરોપીઓની અગાઉ અટક કરવામાં આવેલ ચ્જે અને જો કે એક આરોપી નાસતો ફરતો હતો દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ, પુથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે આરોપી રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા (ભરવાડ) ૨૬ રહે. મોરથળા તાલુકો થાન વાળાને વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડની કચેરી ખાતે લાવી ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સોપવા કાર્યવાહી ઘરેલ છે.






Latest News