મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જુના જાંબુડીયા ગામ પાસે બાવળની કાંટમાંથી ૪૭ બોટલ દારૂ-૪૪ બીયર સાથે એકની ધરપકડ


SHARE









મોરબીના જુના જાંબુડીયા ગામ પાસે બાવળની કાંટમાંથી ૪૭ બોટલ દારૂ-૪૪ બીયર સાથે એકની ધરપકડ

મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં સન ફ્લાવર કારખાના સામે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૭ બોટલ અને ૪૪ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બીયર સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો કામ કરી રહ્યા છે ત્યારે વનરાજભાઇ ચાવડા અને કેતનભાઈ અજાણાને મળેલ બાતમી આધારે પીએસઆઈ બી.એમ. બગડા સહિતની ટીમે મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં સન ફ્લાવર કારખાના સામે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલો તથા બિયરના ટીન સગેવગે કરતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૭ દારૂ બોટલ તથા ૪૪ બીયરના ટીન કબજે કરીને કુલ મળીને ૪૪,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સોનુભાઇ અમરૂભાઇ અમલીયાર જાતે ભીલ (૨૯) રહે. કલીપુર થાના કલ્યાણપુરા પોસ્ટ ઓફિસ ભગોર જીલ્લો જાંબુઆ મધ્યપ્રદેશ વાળની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઈ બી.એમ. બગડાને સોપવામાં આવેલ છે




Latest News