દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીને લાગુ પડતી રાજકોટ-કચ્છ બેઠક ઉપર કાલે ૨૨ રાઉન્ડના અંતે જાહેર થશે જનાદેશ, પોસ્ટલ-ઇવીએમના મતોની એક સાથે થશે ગણતરી


SHARE













મોરબીને લાગુ પડતી રાજકોટ-કચ્છ બેઠક ઉપર કાલે ૨૨ રાઉન્ડના અંતે જાહેર થશે જનાદેશ, પોસ્ટલ-ઇવીએમના મતોની એક સાથે થશે ગણતરી

લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ તેના ઍક્ઝિટ પોલ જાહેર કરી દીધેલ છે જો કે, હવે આવતી કાલે લોકસભાની ચૂંટણીની મત ગણતરી થવાની છે ત્યારે કાલે બપોરના બાર વાગ્યા સુધીમાં મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે ત્યારે મોરબી જિલ્લાને સીધી રીતે લાગુ પડતું રાજકોટ અને કચ્છ બેઠકના મતોની ગણતરી કેવી રીતે કરવામાં આવશે અને કેટલા ટેબલ ઉપર કેટલા રાઉન્ડના અંતે પરિણામ જાહેર કરવામાં આવશે તેને લઈને રાજકીય પક્ષના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોથી લઈને આમ જનતા સુધી સહુ કોઈમાં ઉત્સુકતા જોવા મળી રહી છે

છેલ્લા બે દિવસમાં જે ઍક્ઝિટ પોલ જુદાજુદા સમાચાર માધ્યમોમાં આવેલ છે તેમાં ગુજરાતમાં ૨૬ માંથી ૨૬ બેઠકો ઉપર ભાજપને વિજય આપવામાં આવેલ છે જો કે, હજુ પણ ખોખારો ખાઈને ભાજપના આગેવાનો ૨૬ બેઠક વિષે કહેતા નથી તે હક્કિત છે અને કેટલાક રાજકીય વિશ્લેષકો ગુજરાતમાં ભાજપને ૨૬ બેઠકો નહીં આવે અથવા તો અમુક બેઠકો ઉપર હાર જીતમાં રસાકસી જોવા મળશે તેવું ખી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અને આમ જનતા સુધી તમામની આતુરતાનો કાલે અંત આવી જવાનો છે કેમ કે, કાલે લોકસભાની ચૂંટણીમાં થયેલ મતદાનની ગણતરી આખા દેશમાં થવાની છે ત્યારે આમ તો મોરબી જિલ્લાને લોકસભાની ચાર બેઠકો લાગુ પડે છે જેમાં જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ બેઠકનો સમાવેશ થાય છે

જો કે, મોરબી જિલ્લાને સીધી રીતે રાજકોટ અને કચ્છ બેઠક સાથે જોડાયેલ છે જેથી કરીને આ બંને બેઠકના પરિણામ ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે ત્યારે રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની સામે કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ચૂંટણીનાં જંગમાં હતા આવી જ રીતે કચ્છમાં ભાજપના ઉમેદવાર ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડાની સામે નિતેશ લાલન ચૂંટણીનાં જંગમાં છે અને કાલે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે ત્યારે પોસ્ટ બેલેટ અને એક પછી એક ઇવીએમ મશીનને ટેબલ ઉપર લઈ આવીને તેમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળે માહિતી મુજબ દરેક લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો બેઠકનો સમાવેશ થાય છે અને કે વિધાનસભા દીઠ મત ગણતરી માટે ૧૪ ટેબલ રાખવામા આવેલ છે અને સરેરાશ ૨૨ રાઉન્ડના અંતે આ બંને બેઠક ઉપર વિજેતા ઉમેદવારોના નામ નિશ્ચિત થઈ જશે અને લગભગ બપોરના બારેક વાગ્યા સુધીમાં ચૂંટણીનું મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કોની સરકાર આવશે અને રાજકોટ તેમજ કચ્છ બેઠક સહિત મોરબી જિલ્લાને લાગુ પડતી ચારેય બેઠક ઉપર કોણ વિજેતા બનશે

વખતે પોસ્ટલ બેલેટની સાથે જ ઇવીએમના મતોની ગણતરી શરૂ કરશે: ચૂંટણી પંચ

સામાન્ય રીતે ચૂંટણીની મત ગણતરી કરવામાં આવે ત્યારે પહેલા પોસ્ટલ બેલેટ અને સર્વિસ વોટરના મતોની ગણતરી કરવામાં આવે છે ત્યાર બાદ એક પછી એક ઇવીએમ મશીલ ટેબલ ઉપર લાવીને તેમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવે છે જો કે, આ વખતે ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવેલ છે કે જો પોસ્ટલ બેલેટના મત અને ઇવીએમના મત જુદાજુદા હોલમાં ગણતરી કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય તો સવારે આઠ વાગ્યે એકી સાથે જ પોસ્ટલ બેલેટના મત તેમજ ઇવીએમના મતોની ગણતરી શરૂ કરી દેવામાં આવશે

કચ્છમાં ૧૦ ટેબલ ઉપર જુદા હોલમાં કરશે ૪૫૦૦ જેટલા પોસ્ટલ બેલેટની ગણતરી

કાલે મત ગણતરી થવાની છે ત્યારે જો કચ્છ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર ૪૪૬૬ થી વધુ પોસ્ટલ બેલેટ આવેલ છે તેની ગણતરી કરવા માટે ત્યાં અલગ હોલમાં ૧૦ ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી કરીને આઠ વાગ્યે એક બાજુ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે તેની સાથે કચ્છની ૭ વિધાનસભા બેઠકના ઇવીએમમાં પડેલા મતોની ગણતરી કરવા માટે જુદાજુદા સાત હોલમાં મશીનમાં પડેલા મતોની ગણતરી શરૂ કરી દેવામાં આવશે અને દરેક બેઠક વાઇઝ ૧૪ ટેબલ એક હોલમાં મૂકવામાં આવેલ છે જો કે, કચ્છની અબડાસા બેઠકમાં વધુ બૂથ આવેલ હોવાથી તે બેઠકમાં સૌથી વધુ ૨૭ રાઉન્ડ થશે બાકીની તમામ બેઠકોનું સરેરાશ ૨૨ થી ૨૩ રાઉન્ડના અંતે પરિણામ જાહેર થઈ જશે






Latest News