મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી: વતનમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનું લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબી: વતનમાં ભાઈ સાથે થયેલ ઝઘડાનું લાગી આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં સિરામિક કારખાનાની સામેના ભાગમાં બાવળની જાળી સાથે પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની તેના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ સ્કાય ટચ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામદયાલભાઇ ભીકમસિંહ આહિરવાર (૩૨) નામના યુવાને કારખાનાના લેબર કવાર્ટરની સામેના ભાગમાં આવેલ બાવળની જાળીમાં પેલેટ પેકિંગની પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન કુમેરસિંગ ઉદમસિંગ આહીરવાર (૨૭) રહે. હાલ ઘુટું રોડ આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ૧૫ દિવસ પહેલા પોતાના વતનમાં ગયો હતો અને ત્યાં તે યુવાનને તેના ભાઈએ તેના ૫૦૦૦ રૂપિયા કાઢી લીધા હોવાનું કહેતા બંને ભાઈઓને તે બાબતે ઝઘડો થયો હતો અને તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો તે બાબતનું તેને મનોમન લાગી આવતા તેણે કારખાને પરત આવીને ક્વાર્ટરની સામેના ભાગમાં આવેલ બાવળનું ડાળી સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બીમારી સબબ યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઝારખંડનો રહેવાસી અર્જુનભાઈ વિક્રમભાઈ પીંગુઆ જાતે આદિવાસી (૪૫) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર બીમારી સબબ તે યુવાનનું મોત નીપજયું હયાતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News