હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરવૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર સફાઈનું પાણી શેરીમાં આવતા બે સગાભાઈઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ફરીયાદ મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઓફિસ બોયએ ભાગીદારોની જાણ બહાર બેન્કિંગ અને અન્ય નાણાકીય વ્યવહારો કરીને ૧.૬૩ કરોડની છેતરપિંડી કરી, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE











મોરબીમાં ઓફિસ બોયએ ભાગીદારોની જાણ બહાર બેન્કિંગ અને અન્ય નાણાકીય વ્યવહારો કરીને ૧.૬૩ કરોડની છેતરપિંડી કરી, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના શનાળ રોડ ઉપર આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં ઓફિસ બોય તરીકે કામ કરતા ઈસમે ભાગીદારનો વિશ્વાસ કેળવ્યા બાદ તેઓની જાણ બહાર ચેકબુકમાં પોતાની રીતે રકમ લખીને કંપનીના પાર્ટનરની ખોટી સહી કરીને બેંક સીસીની રકમ ઉપાડીને પોતાના અંગત ખાતાઓમાં જમા કરાવીને તેમજ ધંધાના વેપારીઓ પાસેથી રૂપિયા મેળવીને તે રૂપિયા પણ પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી તેમજ બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી ખોટા સહી સિક્કાનો સાચા તરીકે ઉપયોગ કરીને પેઢીના ભાગીદારોની સાથે રૂપિયા ૧,૬૨,૭૪,૪૩૫ ની ઉચાપત કરતા ભોગ બનનાર પેઢીના સંચાલક ભાગીદાર દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચીટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

વધુમાં જાણવા મળતી વિગત્તો પ્રમાણે મોરબીના નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક-૧ મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઇ ગોવિંદભાઇ ભોરણીયા જાતે પટેલ (ઉ.વ.૪૮) ધંધો.વેપાર એ તેમની ભાગીદારી પેઢીમાં ઓફિસ બોય તરીકે ઓફિસનું કામકાજ કરતાં કિશન રમેશભાઇ બરાસરા રહે.એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તા.૩૦-૬-૨૩ થી તા.૨૭-૪-૨૪ દરમ્યાનમાં કિશન બરાસરાએ શકત શનાળા ઉમા પાર્ટી પ્લોટ સામે નિતીન ઝોન વિસ્તારમાં આવેલી શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ખાતે ઓફીસ કામ દરમિયાન ફરીયાદીની ભાગીદારી પેઢીમાં ઓફીસ બોય તરીકે કામ કરતો હોય તે દરમ્યાન ફરીયાદી પ્રવિણભાઇ તથા અન્ય ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી સાહેદ(ભાગીદાર) ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ(સીસી) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખીને તેમજ યુપીઆઇ દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરીને ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કરી તેમજ બેંકમાંથી આવતા મેસેજોને ડીલીટ કરી નાંખીને ચેકોમાં પોતે ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદોની ભાગીદારી પેઢીને કુલ રૂા.૧,૬૨,૭૪,૪૩૫ ની છેતરપીંડી કરી આર્થીક નુકશાન કરી ગુન્હો આચરેલ છે જેથી પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૮, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ કિશન રમેશભાઇ બરાસરાની સામે ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ પીએસઆઇ સી.એસ.સોદરવા ચલાવી રહ્યા છે.

પાંચ બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતો.તે દરમિયાનમાં સ્ટાફને મળેલી ચોકકસ બાતમીને આધારે મોરબીના વીસીપરા પાસે આવેલ મદીના સોસાયટી નજીક વોચ ગોઠવવામાં આવી હતી.ત્યારે બાતમી મુજબના નીકળેલા શખ્સ જુસબ ગફુરભાઈ જામ જાતે મિંયાણા (૨૬) રહે.વીસીપરા વિજયનગર રહીમભાઈની ચક્કીની પાછળ મૂળ રહે.ધાંગધ્રા જુના મોચીવાસને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી.જેથી રૂપિયા ૧૭૦૦ નો મુદ્દામાલ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.જેની આગળની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ અશોકભાઈ સારદીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા આધેડ સારવારમાં

મોરબીના વાવડી રોડ વાવડી ચોકડી નજીક આવેલ શક્તિધામ પાસે રહેતા શન્નીભાઈ વીરાભાઇ દેવીપુજક નામના ૫૦ વર્ષના આધેડને તેમના રહેણાંક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.








Latest News