હળવદના ચારાડવા પાસે ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં માથા-કપાળમાં ઇજા થવાથી ટ્રક ડ્રાઈવરનું મોત
મોરબીમાં છૂટાછેડા પછી બીજા લગ્ન કરનાર મહિલાના ઘરે જઈને પૂર્વ પતિએ ઘરમાં તોડફોડ કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી
SHARE









મોરબીમાં છૂટાછેડા પછી બીજા લગ્ન કરનાર મહિલાના ઘરે જઈને પૂર્વ પતિએ ઘરમાં તોડફોડ કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ સત્યમ પાર્ક સોસાયટી શેરી નં-૧ માં રહેતી મહિલાએ કોર્ટ દ્વારા પતિ સાથે છૂટાછેડા લઈ લીધા બાદ બીજા લગ્ન કર્યા હતા જે બાબતો ખાર રાખીને મહિલાનો પૂર્વ પતિએ કુહાડી જેવું હથિયાર લઈ તેના ઘરે આવ્યો હતો અને ત્યાં મહિલા સહિતનાઓને ગાળો આપી હતી અને ઘરમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા તેના પૂર્વ પતિની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ કોલેજની સામેના ભાગમાં સત્યમ પાર્ક સોસાયટી શેરી નં-૧ ના મકાન નં-૪૯ માં રહેતા ભારતીબેન કુલદીપભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૩૦)એ હાલમાં તેના પૂર્વ પતિ મહેશભાઈ તુલસીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર પાણીના અવાડા વાળી શેરી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના અગાઉ આરોપી સાથે લગ્ન થયા હતા જોકે ફરિયાદીએ કોર્ટ દ્વારા તેની સાથે છૂટાછેડા લઈ લીધા બાદ કુલદીપભાઈ સાથે તેણે લગ્ન કર્યા હતા જે બાબતનો ખાર રાખીને આરોપી કુહાડી જેવું હથિયાર લઈને ફરિયાદી મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યાં ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઘરમાં તોડફોડ કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૪૭, ૪૨૭, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાઇક સ્લીપ
મોરબીના તાલુકાના ખરેડા ગામે રહેતો કલ્પેશ રમેશભાઈ મણદરીયા (૨૭) નામનો યુવાન બાઈક લઈને નીચી માંડલ ગામ તરફ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગૌશાળા પાસે અચાનક તેના બાઈકની આડે ખૂંટિયો આવ્યો હતો જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના બનાવમાં કલ્પેશને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
