વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ચારાડવા પાસે ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં માથા-કપાળમાં ઇજા થવાથી ટ્રક ડ્રાઈવરનું મોત


SHARE

















હળવદના ચારાડવા પાસે ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં માથા-કપાળમાં ઇજા થવાથી ટ્રક ડ્રાઈવરનું મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીકથી ટ્રક લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા કબ્રસ્તાનની દીવાલ તથા પીજીવીસીએલના વીજપોલ સાથે ટ્રક અથડાયો હતો જેથી કરીને વૃદ્ધને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ગ્યાસપુરના રહેવાસી મોબીનખાન સફાતુલ્લા ખાન જાતે મુસ્લિમ (૬૨) પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ એયું ૫૯૭૮ લઈને હળવદથી ચરાડવા ગામ તરફ આવવાના રસ્તા ઉપર આવી રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર તેનો ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા કબ્રસ્તાનની સિમેન્ટની પાકી દિવાલ અને પીજીવીસીએલના વીજપોલ સાથે ટ્રક અથડાયો હતો જેથી કરીને ટ્રક ચાલક મોબીનખાનને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા હસીમભાઈ મોબીનખાન (૨૨) રહે ગ્યાસપુર ઉત્તર પ્રદેશ વાળા ની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સોખડા ગામ પાસે આવેલ ઓધવ માઇક્રોન્સ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના પાંચ વર્ષના દીકરા સોહન અજનારને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત બાળક તેના પિતા સાથે બાઈકમાં સોખડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાળકને ડાબા હાથમાં કોણીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરતાં તેને સારવાર માટે હોસ્પિટલને લઈને આવેલ છે




Latest News