મોરબીમાં ધરાર પ્રેમીએ વાતચીત કરવા યુવતીને કર્યું દબાણ: દીકરીને જાનથી મારી નાખવાની આપી માતાને ધમકી !
SHARE








મોરબીમાં ધરાર પ્રેમીએ વાતચીત કરવા યુવતીને કર્યું દબાણ: દીકરીને જાનથી મારી નાખવાની આપી માતાને ધમકી !
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી સ્કૂલે આવતી જતી હોય ત્યારે પીછો કરીને તેની સાથે વાતચીત કરવા માટે થઈને એક શખ્સ દબાણ કરતો હતો અને તે દીકરીને મનાવવા માટે તેની માતાને કહ્યું હતું ! અને જો તેની દીકરી નહીં માને તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સ્કૂલે આવતી જતી દીકરીને અવારનવાર એક્ટિવા લઈને પીછો કરીને ભૂંડા બોલી ગાળો આપીને હેરાન કરનારા શખ્સની સામે હાલમાં ભોગ બનેલ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા સુજલ ચંદુભાઈ પાંચોટિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીની દીકરી સ્કૂલેથી આવતી જતી હોય ત્યારે તેના એક્ટિવનો આરોપી સુજલ પાચોટિયા પોતાનું એક્ટિવા નંબર જીજે ૩૬ એકે ૨૨૫૮ લઈને પીછો કરતો હતો અને ફરિયાદીની દીકરીને વાતચીત કરવા માટે થઈને કહેતો હતો તેમજ ફરિયાદીને તેઓની દીકરીને મનાવવા માટે કહ્યું હતું ! આટલું જ નહીં પરંતુ ફરિયાદીની દીકરી ન માટેનો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને ફરિયાદી મહિલાની દીકરી પણ સ્કૂલે આવતી જતી હોય ત્યારે અવારનવાર તેનો પીછો કરીને તેને ભૂંડા બોલી ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો જેથી કરીને ભોગ બનેલ દીકરીની માતાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુજલ ચંદુભાઈ પાંચોટિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૩૫૪ ડી, ૫૦૬(૨) તથા પોકસો એકટ ૧૧(૪), ૧૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે
મહિલાને માર માર્યો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઇન્સનગરમાં રહેતા કંચનબેન સંતોષભાઈ વિકાણી (૪૫) નામના મહિલાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

