મોરબીમાં ધરાર પ્રેમીએ વાતચીત કરવા યુવતીને કર્યું દબાણ: દીકરીને જાનથી મારી નાખવાની આપી માતાને ધમકી !
કેમ લાઈટ જતી રહે છે, કાયમી હેરાનગતિ હોય છે ? કહીને ટંકારામાં વિજકર્મીને બે શખ્સોએ માર માર્યો
SHARE






કેમ લાઈટ જતી રહે છે, કાયમી હેરાનગતિ હોય છે ? કહીને ટંકારામાં વિજકર્મીને બે શખ્સોએ માર માર્યો
ટંકારામાં સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં આવેલ સીટી ફીડર નજીક પીજીવીસીએલના કર્મચારી પાસે બે શખ્સો બાઇક લઈને આવ્યા હતા અને “કેમ લાઈટ જતી રહે છે કાયમી હેરાનગતિ હોય છે” તેવું કહ્યું હતું ત્યારે વીજ કંપનીના કર્મચારીએ ફ્યુઝ બદલાવી નાખેલ છે તેવું કહેતા આરોપીઓને સારું નહીં લાગતા તેને ગાળોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાં પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરિયાદીને પીઠના ભાગે મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા પીજીવીસીએલના કર્મચારીએ બે શખ્સોની સામે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ભુપતગઢના રહેવાસી અને હાલમાં બેડી ગામે શંકરના મંદિર પાસે રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા મિથુનભાઈ રમેશભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (૨૯)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમ હાસમભાઈ અબ્રાણી રહે. ટંકારા તથા એક અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે તે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ હેલ્પર તરીકે ફરજ બજાવે છે અને ટંકારામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં સીટી ફીડર પાસે હતા ત્યારે સલિમ હાસમભાઈ અબ્રાણી સહિત બે વ્યક્તિ બાઇક લઈને ત્યાં આવ્યા હતા અને “કેમ લાઈટ જતી રહે છે. કાયમી હેરાનગતિ હોય છે” તેવું કહેતા ફરિયાદીએ ફ્યુઝ બદલાવી નાખે છે તેમ કહ્યું હતું જે આરોપીઓને સારું નથી લાગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે ત્યાં પડેલ ૨૦૦ એમ્પીયરનો ફ્યુઝ ફરિયાદીને પીઠના ભાગે માર્યો હતો તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી, ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર નાગડાવાસથી ગાળા ગામ તરફ આવવાના રસ્તા ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બિરેકકુમાર ભુવનેશ્વર ઝા (૩૮) રહે. બિહાર વાળાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ અંગેની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવેલ છે

