મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

લોકોસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો


SHARE













લોકોસભા ચૂંટણીમાં જીતની હેટ્રીક લગાવનારા સાંસદ વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામાં આવેલ હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કચ્છ મોરબી બેઠક ઉપરથી સતત ત્રીજી વખત સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા વિજેતા બનેલ છે ત્યારે લોકસભાની કચ્છ મોરબી બેઠકમાં આવતી સાત વિધાનસભા પૈકી સૌથી વધુ લીડ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં મળી છે જેથી કરીને આજે સવારે ૧૧ વાગ્યે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સમારોહ તથા કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ, મોરબી શહેર ભાજપના પ્રમુખ સહિતના ભાજપના હોદેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

ત્યારે ખાસ કરીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ સતત ત્રીજી વખત તેઓની જીત માટે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને અને મોરબી માળીયાના વિકાસમાં ઘટતી કડીના કામ વહેલી તકે કરવાની ખાતરી આપી હતી ત્યાર બાદ આગામી સમયમાં ચોમાસુ સક્રિય થવાનું છે તેને ધ્યાને રાખીને ચોમાસા પહેલા વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે દિશામાં મોરબી માળિયા વિધાનસભા બેઠક તેમજ મોરબી જિલ્લાની અંદર કામગીરી કરવામાં આવે તેના માટેનું આયોજન થાય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઇ દલવાડીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો








Latest News