મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલકથી આવકાર્યા: શિક્ષણ કર્યા શરૂ
મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે કર્યો અનોખો સંકલ્પ
SHARE
મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે કર્યો અનોખો સંકલ્પ
મોરબી તાલુકાના લખધીરપુર ગામના મહિલા સરપંચ દ્વારા આજે તેમના જન્મદિવસે અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં જ્યાં સુધી તેઓ પદ ઉપર હશે ત્યાં સુધી તેઓના ગામમાં કોઈ પણ ઘરની અંદર દીકરીનો જન્મ થશે તો તે દીકરીને 1,111 રૂપિયા તેમના તરફથી આપવામાં આવશે
સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પરિવારજનો સાથે કરતા હોય છે અને પાર્ટીઓ કરતા હોય છે પરંતુ આવા સમયે મોરબી તાલુકાના લખધીરપુર ગામના મહિલા સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર દ્વારા આજે તા.13/6 ના રોજ તેઓના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે અને તેમણે એવો સંકલ્પ કર્યો છે કે તેઓના ગામની અંદર તે જ્યાં સુધી પદ ઉપર હશે ત્યાં સુધીના સમયગાળામાં કોઈપણ ઘરે દીકરીનો જન્મ થશે તો તેઓના તરફથી તે દીકરીને 1,111 રૂપિયા આપવામાં આવશે અને દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે માટે થઈને આવી અનોખી પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ મહિલા સરપંચ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે અન્ય માટે પણ પ્રેરણા બનશે