હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં જુગાર રમતા ત્રણ શખ્સની 11,800 ની રોકડ સાથે ધરપકડ


SHARE













વાંકાનેરના ભલગામમાં જુગાર રમતા ત્રણ શખ્સની 11,800 ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેર તાલુકાના ભલગામ ગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 11,800 ની રોકડ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયરાજભાઇ વલકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (35) રહે. ભલગામ, ભાવેશભાઈ આપાભાઈ જળુ જાતે કાઠી દરબાર (30) રહે. ભલગામ અને શંભુભાઈ દેસુરભાઇ ગલચર જાતે આહીર વાણંદ (37) રહે. આજીડેમ ચોકડી પાસે માનસરોવર સોસાયટી રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 11,800 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ રાજા મિનરલ નામના કારખાનામાં કામગીરી દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના યમુનાનગર ખાતે રહેતા લાલનકુમાર રામસૂફલ યાદવ (૨૮) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

થાન તાલુકાના સારસાણા ગામના રહેવાસી નાનુભાઈ લખમણભાઇ સરૈયા નામના વ્યક્તિ મોરબીના પાનેલી ગામ નજીક આવેલ પ્રાથમિક શાળા પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News