મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને કોઈ કારણોસર તેની પત્ની-પુત્રએ ધોકા વડે મારમાર્યો


SHARE













મોરબીમાં યુવાનને કોઈ કારણોસર તેની પત્ની-પુત્રએ ધોકા વડે મારમાર્યો

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા યુવાનને તેની પત્ની અને પુત્રએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભરતભાઈ મોહનભાઈ મોતલાણી (૪૪) ને ગઈકાલે સવારે ૬:૦૦ વાગ્યાના અરસામાં તેના ઘરે તેના પત્ની અને પુત્રએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ભરતભાઈને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા જયસિંગ સુંડાભાઈ મકવાણા (૪૬) નામનો યુવાન પોતાના ઘરે રાત્રિના સમયે સૂતો હતો ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેને કોઈ જીવજંતુ કરડી જતા તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ ધોળકિયા (૪૫) નામના યુવાનને પોતાના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે








Latest News