માળીયા (મી)ના બોડકી ગામે જુગાર રમતા 6 શખ્સોની 50.28 લાખના મુદામાલ સાથે ધરપકડ
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં ઘરમાંથી ૩૫ બોટલ દારૂ-૮૮ બીયરના ટીન સાથે એકની ધરપકડ
SHARE
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં ઘરમાંથી ૩૫ બોટલ દારૂ-૮૮ બીયરના ટીન સાથે એકની ધરપકડ
મોરબી તાલુકાના પીપળી ગામની સીમ માનસધામ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૩૫ બોટલ દારૂ અને ૮૮ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૫,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પંકજભા ગુઢડા તથા જયદીપભાઈ પટેલને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના પીપળી ગામની સીમ આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા કેતનભાઇ કુબેરભાઇ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છે જેથી કરીને પોલીસે મોરબી તાલુકા પીઆઇ એન.આર. મકવાણાની સૂચના મુજબ સ્ટાફે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૫ બોટલો મળી આવી હતી જેથી ૧૬,૫૫૦ ની કિંમતનો દારૂ અને બીયરના ૮૮ ટીન મળી આવતા ૮૮૦૦ નો બીયર આમ કુલ મળીને ૨૫,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી કેતનભાઇ કુબેરભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૨૫) રહે. હાલ માનસધામ સોસાયટી નં. ૧, પીપળી મુળ રહે. દીધલીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ પીએસઆઈ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબી નજીકના લીલાપર ગામ પાસે રહેતા વિજયભાઈ રાજુભાઈ ઉઘરેજીયા (૨૭) નામના યુવાનને માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતો મહેશ ધીરુભાઈ ખાંભડીયા (૨૨) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર બેલા નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે અન્ય વાહન સાથે તેનું બાઇક અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે