મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ


SHARE

















માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ

મોરબી મોરબી જિલ્લામાં માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા મીયાણા મામલતદાર કે.વી. સાનિયા ના જણાવ્યા અનુસાર માળીયા નજીક આવેલ મચ્છુ નદીમાં નહાવા પડતા એક વ્યક્તિ ડુબવા લાગ્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ બચાવ માટે દોડી આવી હતી. આ સાથે જ ઘટના સ્થળે માળિયા મામલતદાર કચેરીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે વ્યક્તિને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે માળિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તે વ્યક્તિ હેમખેમ સલામત છે.






Latest News