મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૭ જૂને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પ્રશિક્ષણ-શિબિરનું આયોજન


SHARE













મોરબીમાં ૧૭ જૂને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પ્રશિક્ષણ-શિબિરનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ ખાતે આગામી ૧૭ જૂનના રોજ સવારે ૫:૩૦ થી ૦૮:૦૦ દરમિયાન યોગોત્સવ કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવનાર છે.

આ યોગ શિબિરમાં ૨૧ જૂન આંતરાષ્ટ્રિય યોગ દિવસે પૂરી દુનિયામાં એકસરખી રીતે કરાતા યોગ એટલે કે "કોમન યોગ પ્રોટોકોલ" (સામાન્ય યોગ અભ્યાસક્રમ) નું પ્રશિક્ષણ સમગ્ર મોરબી જિલ્લાની યોગ બોર્ડની ટીમ દ્વારા આપવામાં આવશે. મોરબી જિલ્લાની દરેક યોગ પ્રેમી જનતાને, યોગ સાથે જોડાયેલ દરેક સંસ્થાઓને, યોગ કોચ, ટ્રેનર અને યોગ સાધકો, વિવિધ સંગઠનો, મહિલા મંડળો, NGO, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓને આ યોગ શિબિરમાં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવવા નીચે આપેલ લિંક પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. https://forms.gle/nvvqYP3dUhAeSdJW8 વધુ માહિતી માટે વિજયભાઈ શેઠ (કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટર) તેમજ વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) અથવા આ મોબાઈલ નં. 95862 82527 પર સંપર્ક કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.




Latest News