હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપી પોલીસ પકડથી દૂર: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE









મોરબીમાં થયેલ મહિલાની હત્યાના ગુનામાં આરોપી પોલીસ પકડથી દૂર: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

મોરબી નજીક મચ્છુની કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાલા નીચેથી કોહવાઈ ગયેલ હાલતમાં મહિલાની લાશ મળી હતી જે મહિલાને ગળાટુપો આપીને તેની હત્યા કરી હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું જેથી કરીને અજાણ્યા વ્યક્તિની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી સુધી પહોચવાની વાત તો દૂર રહી મૃતક મહિલાની ઓળખ પણ મળી નથી જેથી કરીને મોરબી એ ડિવિઝનની ટીમો બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં તપાસ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહી છે

મોરબીના રવાપરથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા ક્લાસિક પાર્ટી પ્લોટની સામેના ભાગમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં નાલાની નીચેના ભાગમાંથી ૧૦ દિવસ પહેલા એટ્લે કે તા ૧૦/૬ ને સોમવારે મોડી સાંજે મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જે તે સમયે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને તેના ડેડબોડીને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવી હતી

ત્યાં ફોરેન્સિક પીએમ દરમિયાન મૃતક મહિલાને ગળાટુપો આપવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવેલ હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વ્યક્તિની સામે મહિલાને ગળાટુપો આપીને હત્યા કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી પકડવાની વાત તો દૂર રહી મૃતક મહિલા કોણ છે તેની ઓળખ પણ પોલીસને મળી નથી જેથી કરીને પોલીસે આસપાસના તમામ વિસ્તારમાં જુદીજુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે પરંતુ મૃતક મહિલાની ઓળખ કયારે મળશે અને આરોપી કયારે પકડશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે




Latest News