મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પાંચની ધરપકડ
આર્મી પ્રત્યે આદર છે પણ આર્મીમાં જવું નથી તેવા સમયે મોરબીના રવાપર(નદી) ગામનો યુવાન સેનામાં સુબેદાર બન્યો
SHARE









આર્મી પ્રત્યે આદર છે પણ આર્મીમાં જવું નથી તેવા સમયે મોરબીના રવાપર(નદી) ગામનો યુવાન સેનામાં સુબેદાર બન્યો
મોરબી તાલુકાના શક્તિનગર રવાપર(નદી) ગામનો યુવાન નાની ઉમરે સેનામાં જોડાયો હતો.નાની ઉમરે જ સેમામાં જોડાયા બાદ ઉતરોતર બઢતી મેળવીને હાલ તે યુવાન સુબેદારની પોસ્ટ ઉપર પહોંચી ગયેલ છે.
મોરબી તાલુકાના શક્તિનગર રવાપર (નદી) ગામના રહેવાસી પ્રતાપસિંહ ઝાલાના પુત્ર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ માં સેનામાં જોડાયા હતા.નાની વયે સેનામાં સૈનિક તરીકે જોડાયા બાદ તેઓની ઉતરોતર પ્રગતિ બઢતી બાદ હાલ તેઓને સૂબેદાર તરીકેની પોસ્ટ ઉપર પ્રમોશન પ્રાપ્ત થયેલ છે.તેઓના મોસાળ પક્ષમાં તેઓના નાના પણ સેનામાં જુનિયર કમિશન ઓફીસર તરીકે હતા અને તેમના મામા પણ ઓનનરી કેપ્ટન તરીકે હતા અને હાલ તેઓ સેવા નિવૃત્ત છે. સહદેવસિંહ ઝાલા નાનપણથી જ મોસાળપક્ષમાં વધુ રહેતા હોય ત્યાંથી લશ્કરમાં જવાનો શોખ તેઓએ તેમના મોસાળપક્ષ તરફથી મળેલ પરિણામે નાની ઉંમરમાં જ સહદેવસિંહ ઝાલા ૧૯૯૪ માં ભુમીસેમામાં સૈનિક તરીકે લશ્કરમાં જોડાયા હતા અને તેઓની રેજીમેન્ટમાંથી હાલમાં તેમની બઢતી સાથે સુબેદાર તરીકે પ્રમોશન મળતાના સમાચાર આવતા રવાપર(નદી) ગામના ઝાલા પરીવાર તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ છે.તેમના સગા-સ્નેહીઓ તેમના મોબાઇલ નંબર ૯૭૨૪૬ ૪૧૬૭૧ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આજે દેશ અને દુનિયામાં આર્મી પ્રત્યેક જે રીતે આદરભાવ જોવા મળે છે તેમ ભારતમાં પણ આર્મીમાં જોડાયેલા સૈનિક જ્યારે પણ પોતાના વતનમાં પરત આવે કે સેવા નિવૃત્ત થાય ત્યારે વાજતે ગાજતે તેઓના સ્વાગત કરવામાં આવે છે અને જો સેવાકાળ દરમિયાન સૈનિક શહીદ થાય તો ભારે આદરપૂર્વક તેઓની સ્મશાનયાત્રા યોજાય છે.એટલે કે દેશભરમાં સૈનિકો અને તેમના પરિવાર પ્રત્યે લોકોને આદરભાવ હોય છે અને આદરભર્યું સ્થાન સૈનિકોને મળે છે. પરંતુ આજના યુવાનો સેનાની વિવિધ પાંખમાં જવા તૈયાર નથી તે નરી વાસ્તવિકતા છે.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યુવાનો આર્મીમાં જોડાય છે પરંતુ તે પૈકીના મોટાભાગના પેન્શન પાત્ર બને ત્યારે આર્મીની નોકરી છોડી દેતા હોય છે. તેવા સમયે રવાપર (નદી)ગામના સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ ૧૯૯૪ માં સેનામાં જોડાયા અને નાની વયે સેનામાં સૈનિક તરીકે જોડાયા બાદ ઉતરોતર બઢતી બાદ હાલ તેઓને સૂબેદાર તરીકેની પોસ્ટ ઉપર પ્રમોશન પ્રાપ્ત થયેલ છે અને આજે પણ તેઓએ નોકરી ચાલુ રાખીને સુબેદાર સુધીની પોસ્ટ ઉપર પહોંચેલ છે જે બાબત અન્ય યુવાનો માટે પ્રેરણા સમાન છે.
