મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોતીવેરાણા ચોકમાં રાસ-ગરબા કાર્યક્ર્મ યોજાશે
મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પાંચની ધરપકડ
SHARE









મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરવાના ગુનામાં પાંચની ધરપકડ
મોરબીના પીપળિયા ગામ પાસે આવેલ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર દ્વારા ૩,૨૭,૫૪૦ નો માલ ભરવામાં આવેલ હતો જે અમદાવાદ કારખાનેદારના ડિલરને નહિ પહોચાડીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે હાલમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરલે છે અને આરોપીએ બોગસ નામ ધારણ કરીને કારખાનેદારની સાથે છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી નગર-૧ માં રહેતા મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારા જાતે પટેલ (ઉ-૩૨)એ બ્રાઉન કલરની આઈસર ગાડી નં- જીજે 23 એટી ૦૭૨૫ ના માલિક મયુરભાઈ જેના મો.નં ૮૭૩૪૦ ૯૩૩૩૬ તથા તેમના ડ્રાઈવર મયુરસિંહ જેના મો.નં-૯૧૦૪૬ ૫૭૪૬૩ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૨૯/૯/૨૦૨૧ થી આજ દિન સુધીમાં મોરબી તાલુકાના પીપળિયા ગામની સીમ સર્વે નં-૧૩૩/૩ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આરોપીઓએ ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદીના કારખાનામાથી ૩૭૦ પ્લેટ જેની કિંમત ૩,૨૭,૫૪૦ થાય છે તે માલ પોતાના વાહનમાં લઈ જઈને ફરિયાદીના ડિલર પ્રાઈમ પેનલ્સ અમદાવાદ ખાતે નહિ પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરેલ હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી ૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા.
આ ગુનામાં પોલીસે વિશાલભાઈ અશ્ર્વિનભાઈ માયાણી (ઉ.૨૪) રહે. રાજકોટ કોઠારીયા મેઇનરોડ રણુજાના મંદીર પાછળ શ્યામ પાર્ક-૨ રાજકોટ, ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોરા (ઉ.૨૮) રહે. રાજકોટ સર્કલ પાશે શેરી નં ૪, સોયબભાઈ મહેબુબભાઈ ધૈયમ (ઉ.૨૭) રહે. રાજકોટ ભગવતી પરા સુખસાગર સોસાયટી શેરી નં-ર રાજકોટ, સલીમભાઈ મહમદભાઈ જુણેજા જાતે સંધિ (ઉ.૨૧) રહે. જંગલેશ્ર્વર સોસાયટી હુશેની ચોક શેરી નં-૯ રાજકોટ અને સુભાષભાઈ કાન્તીભાઈ ગોસાઇ (ઉ.૩૮) રહે. રાજકોટ એફ.સી.આઇ ગોડાઉન પાછળ અમી હાઇટ્રસ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વિશાલ અને ઇમરાને બોગસ નામ મયુર અને મયુરસિંહ ધારણ કર્યું હતું અને બાદમાં કારખાનેદારની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે હાલમાં પોલીસે આરોપીઓ ૩૭૦ પ્લેટ લઈ ગયા હતા તેમાથી ૩૦૦ પ્લેટ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
