મોરબીમાથી સેનામાં જોડાવવા ઇચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ
SHARE









મોરબીમાથી સેનામાં જોડાવવા ઇચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ
ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા મોરબીના યુવાનોને સઘન તાલીમનું યંગ ઇન્ડિયા ગ્રુપે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને મોરબીના યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જો કે દૂર દૂરથી આવતા યુવાનો માટે રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં લશ્કરી દળ, અર્ધ લશ્કરીદળ તેમજ લોકરક્ષક દળની ખૂબ મોટા પ્રમાણમાં ભરતી આવવાની હોવાથી મોરબી જિલ્લાના તમામ યુવકો અને યુવતીઓ યોગ્ય માહિતી અને માર્ગદર્શનના અભાવે વંચિત ન રહી જાય તેમજ ખૂબ મોટા પ્રમાણમા આ ભરતીમાં જોડાય અને રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ભરતી માટે ખુબજ આવશ્યક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ તા.૨૨ ઓક્ટોબરથી શરૂ કરવા આવ્યો છે આ ટ્રેનિંગ કેમ્પમાં મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના આશરે ૨૫૦ જેટલા યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે અને યુવક અને યુવતીઓ માટે રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીએ જણાવ્યું હતું. અને આ ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં હજુ પણ યુવાનો જોડાવા ઈચ્છતા હોય તો મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ રામોજીના મેદાનમાં પહોંચીને કેમ્પમાં જોડાઈ શકશે
