મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલી


SHARE







મોરબી જીલ્લામાં પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલી

મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર બેફામ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને ખુલ્લે આમ રૂપિયા લઈને જ લોકોને કામ કરવામાં આવે છે તેવામાં તાજેતરમાં ગાંધીનગરથી તપાસ માટે ટિમ આવી હતી અને ત્યાર બાદ કલેકટર દ્વારા વર્ષોથી એક જ સ્થાને ફરજ બજાવી રહેલા પાંચ નાયબ મામલતદારોની આંતરિક બદલી કરેલ છે.

મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવાં આવે છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે અને તાજેતરમાં જુદાજુદા કામ માટેના ભાવપત્રક પણ જાહેર થયા હતા તેવામાં ગાંધીનગરથી રેવન્યુ ફાઇલિંગ મેન્જમેન્ટ સિસ્ટમની તપાસ માટે ટીમ આવી હતી અને ત્યાર બાદ કલેકટર કે.બી. ઝવેરી દ્વારા પાંચ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવેલ છે જેમાં કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નિખિલ જોશીની ટંકારા, મોરબી પ્રાંત કચેરીના શિરસ્તેદાર પી.આર. ગંભીરની માળીયા મિયાણા, માળીયા મિયાણા સર્કલ બી.એમ. સોલંકીની પ્રાંત મોરબી, મોરબી શહેર મામલતદાર કચેરીમાંથી એ.એમ. પાવરાની કલેકટર કચેરીમાં તેમજ ટંકારાના જે.સી. પટેલની મોરબી શહેર મામલતદાર કચેરીમાં બદલી કરવામાં આવી છે.






Latest News