મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 30,600 નો દારૂ-બીયર કબજે કરીને એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE













મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: 30,600 નો દારૂ-બીયર કબજે કરીને એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ

મોરબીના યમુનાનગરમાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂ અને બિયરનો 9400 નો જથ્થો મળી આવ્યો હતો અને આ માલ આપનારનું નામ સામે આવ્યું હતું જેથી પોલીસે તેના ઘરે દારૂની બીજી રેડ કરી હતી ત્યાંથી પણ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ત્યાંથી 21,200 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને જુદાજુદા બે દારૂના ગુના નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારા શખ્સને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર સોસાયટી શેરી નં-3 માં રહેતા અમિતભાઈ દિલીપભાઈ સારલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 47 બોટલો અને 47 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને કુલ મળીને 9,400 નો દારૂ અને બિયરનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો હતો અને આરોપી અમિતભાઈ દિલીપભાઈ સારલા જાતે કોળી (21) રહે યમુનાનગર શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને આ દારૂનો જથ્થો કેશુભાઈ રમેશભાઈ બેગામા રહે. લાભનગરથી આગળ ધરમપુર રોડ મફતીયપરા વાળા પાસેથી લીધો હોવાનું સામે આવતા મોરબી બી ડિવિઝન પોલીસની ટીમે આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની 140 બોટલ અને 72 બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 21,200 નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા ઘરે હાજર ન હોવાથી તેની સામે દારૂનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News