માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનને ભડાકે દેવાની ધમકી-મારામારીના ગુનામાં મુખ્ય આરોપી સહિત વધુ બે ની ધરપકડ


SHARE











મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનને ભડાકે દેવાની ધમકી-મારામારીના ગુનામાં મુખ્ય આરોપી સહિત વધુ બે ની ધરપકડ

મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી મહિલાના દીકરાએ યુવતીને ભગાડીને લઈ જઈને તેની સાથે મૈત્રી કરાર કરેલ છે અને તે બંને સાથે રહે છે જે બાબતે યુવતીના મામા સહિતનાઓ દ્વારા યુવતીને ભગાડી જનાર યુવાનના ઘરે આવીને બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો અને મહિલાને તેના બંને દીકરાને ભડાકે દેવાની ધમકી દેવામાં આવી હતી જે ગુનામાં પહેલા ચાર આરોપીઓને પકડાયા હતા અને હાલમાં આ ગુનામાં મુખ્ય આરોપી સહિત બે આરોપીની ધરપકડ કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ જાતે ભરવાડ (૪૬)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિરાજભાઈ પોપટિયા, કલ્પેશભાઈ દિનેશભાઈ કોળી, દિલીપભાઈ રઘાભાઈ કોળી, વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા, રોહિત ઉર્ફે ટકો કુંભાર અને સિરાજભાઈનો સાળો અનિશ તથા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના દીકરા કુર્નેશ એ સિરાજ પોપટિયાની ભાણેજ ડોલી સાથે મૈત્રી કરાર કરેલ છે અને તે બંને સાથે રહે છે જે બાબતનો ખાર રાખીને સિરાજ પોપટિયાએ ફરિયાદીના પરિવારના સભ્યોને ફોન ઉપર ઉશ્કેરણી કરી હતી અને ગાળો આપી તેની ભાણેજને પાછી મૂકી જવા માટે કહ્યું હતું ત્યાર બાદ સાતે આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેના પતિને કહ્યું હતું કે “તારા બંને દીકરાને ઘરની બહાર કાઢ મારી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર છે હું ૨૪ કલાક ભેગી જ રાખું છું તારા છોકરાને ભડાકે દેવો છે અને આજે અમે પૂરી તૈયારી સાથે આવ્યા છીએ તમારી હવા કાઢી નાખવાની છે” તેવું કહ્યું હતું. 

ત્યારબાદ સિરાજભાઈ પોપટિયાએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢીને ફરિયાદીના પતિને મારવાનો પ્રયત્ન કરતા ફરિયાદીને જમણા હાથમાં છરી વાગી જતા ઈજા થઈ હતી અને બાકીના આરોપીઓએ લાકડાના ધોકા હાથમાં રાખીને ફરિયાદી સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે આ ગુનામાં અગાઉ પોલીસે કલ્પેશભાઈ કોળી, દિલીપભાઈ કોળી, મહેશભાઇ ભોજવિયા અને વિવેકભાઈ ધોળકિયાની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં મુખ આરોપી સિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા જાતે ખોજા (36) રહે. સોઓરડી મોરબી અને તેના સાળા અનસ સલિમભાઈ પંજવાણી જાતે ખોજા (26) રહે. સોઓરડી સાગર પાન વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળી છે.




Latest News