મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત


SHARE









માળીયા (મિં.) નજીક બ્રિજ ઉપર બ્રેક ડાઉન થયેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવરનું મોત

માળીયા મીંયાણાના ત્રણ રસ્તા બ્રિજ ઉપરથી કચ્છથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર બ્રેક ડાઉન થઈને ઉભેલા ટ્રક ટ્રેલરના ઠાઠામાં ધડાકાભેર બીજો ટ્રક અથડાયો હતો.જેથી અકસ્માત થયો હતો અને ટ્રક અથડાવનાર વાહન ચાલકને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું.જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રામાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ભુરૂભા ઝાલા જાતે દરબાર (31) એ હાલમાં મૃતક જયંતીભાઈ નથુભાઈ કોળી (42) રહે.રાતડીયા તા.નખત્રાણા કચ્છ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ત્રણ રસ્તા પાસે બ્રિજ ઉપર ફરિયાદીનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 સીપી 7099 બ્રેક ડાઉન થઈને ઉભેલ હતો.દરમિયાન આરોપી તેના હવાલાવાળો ટ્રક નંબર જીજે 12 સીટી 3532 લઈને કચ્છ બાજુથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના ટ્રકની પાછળના ભાગમાં તેણે પોતાનો ટ્રક અથડાવ્યો હતો.જેથી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આ બનાવમાં પાછળના ટ્રકના ચાલક એવા જયંતીભાઈ કોળીને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી.જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ટ્રાન્સપોર્ટર દ્વારા નોંધાવાયેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાવડી રોડ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટી વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.શેરીમાં રમી રહેલા બાળકો વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ તેમના વડીલો વચ્ચે ઝગડો થયો હતો એના બાદમાં સામસામે મારામારી થઈ હતી.તે બાબતે એક પક્ષેથી ફરિયાદ નોંધાઈ હતી.જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવવા પામી છે.જેમાં રવિભાઈ મોહનભાઈ ગોહેલ રજપૂત (40) રહે.શિવમ સોસાયટીએ સામેવાળા મયુરસિંહ જોરૂભા જાડેજા, વિરેન્દ્રસિંહ જોરૂભા જાડેજા અને એક અજાણ્યો ઇસમ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને સામેવાળાના પુત્રને શેરીમાં રમતા સમયે ઝઘડો બોલાચાલી થયેલ હતી.તે બાબતે તેઓ સામેવાળાને સમજાવવા માટે ગયા હતા.તે દરમિયાનમાં તેઓએ ઉગ્ર બોલાચાલી કરીને તેમના ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.આ બાબતે વળતી ફરિયાદ નોંધીને એ ડિવિઝન પોલીસ સ્ટાફે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

બાઈક સ્લિપ થઈ જતા ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાછળ "શાંતિ નિવાસ" માં રહેતો પ્રશાંત રાજેશભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન મોરબીના શાકમાર્કેટ પાસેથી પરત પોતાના ઘર તરફ જતો હતો.ત્યારે શનાળા રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજાગ્રસ્ત પ્રશાંત પરમારને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આ બાબતે જાણ કરાતા સ્ટાફના ડી.આર.ઝાલા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.



Latest News