મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

નર્મદાની કેનાલોમાં બકનળી અને પાણીચોરી બંધ કરાવો, માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડો: ધારાસભ્યની અધિકારીને સુચના


SHARE









નર્મદાની કેનાલોમાં બકનળી અને પાણીચોરી બંધ કરાવો, માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડો: ધારાસભ્યની અધિકારીને સુચના

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલોમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને હજુ સુધી સિંચાઈ માટેનું પાણી મળ્યું નથી જેથી કરીને કેનાલમાં છોડવામાં આવતું પાણી વેડફાતું કે ચોરાતું નથી ને તે જોવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઢાંકી સુધી પહોંચ્યા હતા અને ત્યારે કાર્યકર્તાઓને સાથે રાખીને અધિકારીઓને કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ થતો હોય કે પાણી બકનળી મૂકીને ખેંચવામાં આવતું હોય તો તે બકનળીઓ બંધ કરીને છેવડાના ગામ સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી સુચના આપેલ છે જોકે માળિયા અને ધાંગધ્રા કેનાલમાં છેવાળાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું કેનાલ મારફતે પાણી ક્યારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.

દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને તેના માટે થઈને વર્ષોથી મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે કે તેઓને જો પહેલી જૂની આસપાસ કેનાલમાં પાણી આપવામાં આવે તો તેઓ કેનાલના પાણી મારફતે પોતાના ખેતરની અંદર વ્યવસ્થિત રીતે પાકનું વાવેતર કરી શકે અને ત્યારબાદ વરસાદ પડે એટલે તેઓના પાકને જીવત દાન મળી જાય. પરંતુ દર વખતે રજૂઆતો કરવામાં આવે ત્યાર પછી 15 જુનની આસપાસ પાણી કેનાલમાં છોડવામાં આવતું હોય છે અને તેવા સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વરસાદ પણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે આ બંનેની વચ્ચે ખેડૂતો આગોતરા પાકનું વાવેતર કરી શકતા નથી જેથી કરીને ખેડૂતોને ઉનાળુ પાક આવવામાં વાર લાગે છે અને શિયાળુ પાક એ લોકો લઈ શકતા નથી આવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન સરકાર દ્વારા ઉનાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી કરીને મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા નર્મદાની માળીયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ના આધારે પોતાના ખેતરોની અંદર પાકની વાવણી કરવામાં આવી હતી જોકે આજ દિવસ સુધી છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે સિંચાઈ માટેનું એક ટીપું પાણી મળેલ નથી.

ગત ગુરુવારે નર્મદાની કેનાલોમાં ઢાંકીથી પાણી છોડવામાં આવ્યું છે જોકે ધ્રાંગધ્રા અને માળિયા બ્રાન્ચ કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આજે ગુરૂવાર સુધી એટલે કે એક સપ્તાહ સુધી એક ટીપું પાણી નર્મદાની કેનાલમાંથી મળ્યું નથી ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નર્મદાની ઢાંકી કેનાલને પહોંચ્યા હતા અને જ્યાંથી પાણી છોડવામાં આવે છે ત્યાં જઈને અધિકારીઓને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી મળે તેના માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે થઈને સુચના આપી હતી અને ખાસ કરીને નર્મદાની માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં જે કોઈપણ બકનળી હોય અથવા તો પાણીનો કોઈપણ જગ્યાએ બગાડ થતો હોય કે પાણીની ચોરી થતી હોય તો તે તાત્કાલિક અસરથી રોકવામાં આવે અને ખેડૂતોને નર્મદાની કેનાલ માંથી સિંચાઈનું પાણી મળે તેના માટેની ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી તેઓએ સૂચના આપેલ છે આ તકે મોરબી માળિયા વિસ્તારના ખેડૂતો અને ભાજપના આગેવાનો પણ સાથે રહ્યા હતા.






Latest News