મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી : ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજાશે


SHARE













મોરબી : ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ યોજાશે

આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટીરી ફોર્સ તથા પોલીસ ફોર્સ જોડાવા માંગતા ઉમેદવારો માટે નિવાસી તાલીમ  યોજાશે

ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારોને રોજગારી વિનિમય કચેરી મોરબીની યાદીમાં જણાવ્યું છે કે, તા.૧૧-૭-૨૪ થી ૨૦-૭-૨૪ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે ભરતી રેલી યોજાનાર છે જેમાં ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ ( રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ ૩૦ માટેના ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

 જેમાં ઉંમર-૧૭  થી ૨૧ વર્ષ, અભ્યાસ. ૧૦ પાસ કે તેથી વધુ. ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦ ટકા ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી. (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૭-૬-૨૪ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૬ સુધીમાં રોજગાર વિનિમય કચેરી મોરબીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી.વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ - ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા એમ.એન. સવનીયાની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News