મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 16,000 ની રોકડ સાથે ઝડપાયા મોરબી જીલ્લામાં સસ્તા અનાજના દુકાનદારો-ગ્રાહકોના પ્રશ્નો-મુશ્કેલીઓ દુર કરવા મંત્રીને રજૂઆત મોરબીના રફાળેશ્વર ગામે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક બોલેરો ગાડીનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: માળીયા-મોરબીમાં દારૂની 5 બોટલ ઝડપાઇ મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત
Breaking news
Morbi Today

કોઈપણ વાત હોય પરિવારને જાણ કરો : મોરબીમાં બીટ કોઇનના નામે કોઇએ ૧૮ હજારની છેતરપીંડી કર્યાના પગલે યુવાને માલગાડી હેઠળ પડતુ મુકી જીવન ટુંકાવ્યુ હોવાનું ખુલ્યુ..!


SHARE













કોઈપણ વાત હોય પરિવારને જાણ કરો : મોરબીમાં બીટ કોઇનના નામે કોઇએ ૧૮ હજારની છેતરપીંડી કર્યાના પગલે યુવાને માલગાડી હેઠળ પડતુ મુકી જીવન ટુંકાવ્યુ હોવાનું ખુલ્યુ..!

મોરબીના વાંકાનેર તાલુકાના બોકડથંભાથી લુણસરિયા વચ્ચેથી પસાર થતી માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનું મોત નીપજયું હતુ.જેથી બનાવ અંગેની રેલ્વેના કર્મચારીએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી.જોકે જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન હાલ મોરબીના જોધપર ગામે રહીને મજૂરી કામ કરતો હતો અને બીટ કોઈનના નામે તેની સાથે કોઇએ રૂપિયા 18,000 ની છેતરપિંડી કરી હોય તે બાબતને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધુ હોવાનું હાલ સામે આવ્યું છે.

આ બાબતે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ બોકડથંભા અને લુણસરિયા ગામ વચ્ચે રેલ્વે લાઈન ઉપરથી કોઈ માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તા.18-6 ના રોજ બપોરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન માલગાડી હેઠળ કપાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની રેલ્વે સ્ટેશનના કર્મચારી વિશાલભાઈ શેખ રહે.લુણસરિયા રેલવે સ્ટેશન વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે  તજવીજ કરતા સામે આવ્યુ હતુ કે મૃતકનું નામ પુનીતભાઈ જીવણભાઈ સોળમીયા જાતે કોળી (ઉ.વ.૨૦) હાલ રહે.જોધપર નદી તા.જી.મોરબી મુળ ગામ ઉમરડા તા.મૂળી જી.સુરેન્દ્રનગર હોવાનું ખુલ્યુ હતુ.પુનિત કોડીએ શા માટે આપઘાત કર્યો..? તે દિશામાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે તે સિરામીક યુનીટમાં સાઇઝીંગ મશીનમાં મજુરી કામ કરતો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તેના મોટા બાપુના દિકરાની સાથે મોરબીના જોધપર ગામે રહેતો હતો.જોકે મોબાઈલ વડે તેની સાથે કોઈએ સંપર્ક કરીને તેને બીટ કોઇનમાં રોકાણ કરવા બાબતે રૂપીયા 18,000 ની છેતરપિંડી કરી હતી.તે વાતને લઈને તેને લાગી આવતા પુનીતે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.વધુમાં મળતી માહિતી પ્રમાણે સામેવાળી વ્યક્તિ (ચીટર) સાથે જે વોટસએપ ચેટ થઈ હતી તેમાં કટકે કટકે પૈસા મોકલ્યા હોવાની વાતનો અને છેલ્લે "તમારા કારણે હું આપઘાત કરવા જાઉં છું." તેવું સામેવાળા સાથેની ચેટમાં લખીને પોતાનો મોબાઈલ કારખાનાના થેલામાં મૂકીને પુનીત તા.૧૮ ના બપોરના એકાદ વાગ્યે કારખાનેથી નીકળી ગયો હતો અને બાદમાં ઉપરોક્ત સ્થળે જઈને આપઘાત કરી લીધો હતો હાલ પોલીસ દ્વારા તે મોબાઇલ પણ જપ્ત કરીને આ દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા ઇમરાનભાઈ સતારભાઈ ખેતા નામના 40 વર્ષના યુવાનને મોરબીના પાડા પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.








Latest News