હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે સરકારી ખરાબામાંથી દારૂના 77 નાના પાઉચ સાથે આરોપીની ધરપકડ


SHARE













વાંકાનેરના જામસર ગામે સરકારી ખરાબામાંથી દારૂના 77 નાના પાઉચ સાથે આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાના જામસર ગામની નિશાળની પાછળના ભાગમાં આવેલ સરકારી ખરાબની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના 77 નાના પાઉચ મળી આવ્યા હતા જેથી કરીને 7700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામની નિશાળની પાછળના ભાગમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના કાગળના સીલપેક નાના 77 પાઉચ મળી આવ્યા હતા જેથી પોલીસે 7700 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ રાણાભાઇ ડાભી જાતે ભરવાડ (25) રહે. શીતળાધાર માટેલ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપી પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવા આવેલ હતો તે સમયે તેની પાસેથી દારૂને એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 ની કિંમતનો દારૂનો જથ્થો કર્યો હતો અને આરોપી મહેશભાઈ કેશુભાઈ પરમાર જાતે અનુ. જાતિ (24) રહે કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News