મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?


SHARE











મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ખેડૂતના ખેતરની બાજુની ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કેમીકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે. જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી. તે પ્રદુષણ અટકાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીમાં ૧૧ દિવસ પહેલા રજૂઆત કરી હતી તો પણ હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરવાની પણ તસ્દી લીધેલ નથી અને વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે. તે જમીનનાં સેઢે ગ્રેનાઈટો એલએલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં કાઢે છે. જેના પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. અને ખેતરમાં નકામા છોડ નો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કરીને ખેડૂતની આજીવિકા સામે સવાલ ઊભો થયેલ છે ત્યારે પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તા. 10/6/24 નાં રોજ કરી હતો તો પણ આજની તારીખે કોઈ અધિકારી ત્યાં તપાસ માટે પણ આવેલ નથી અને હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી શક્યતા છે તો પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારી કેમ કામ કરી રહ્યા નથી તે સૌથી મોટો સવાલ છે.




Latest News