મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૭ દર્દીઓએ લાભ લીધો મોરબીની સગીરાનો ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર ટંકારાના લજાઈ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત: માળીયા (મી)ની ભીમસર ચોકડી હાર્ટ એટેકથી યુવાનનું મોત માળીયા (મી)ના વવાણિયા ગામે પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન ઉપર યુવતીના પિતરાઇ ભાઈ સહિત 3 શખ્સોનો છરી વડે કર્યો હુમલો લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં વૃદ્ધએ ઘરમાં અંતિમ પગલું ભર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ગણપતભાઈ મનજીભાઈ કોરડીયા (58) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

સિવિલ હોસ્પિટલમાં બે દિવસના બાળકને છોડીને મા-બાપ ચાલ્યા ગયા..!
મોરબીની સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રેગ્નન્સી બાદ જન્મેલ બેબી વેલાબેન તોલસિંગ દામજીભાઇ ભુરીયા (ઉ.વ.2 દિવસ) નામના બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે જ મૂકીને માતા-પિતા ચાલ્યા ગયા હતા.જેથી કરીને સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટી઼ાફના ધ્રુવરાજસિંહ ઝાલાએ તપાસ ચલાવી હતી.જેમાં સામે આવ્યું હતું કે બે દિવસ પહેલા જ એક બાળકનો જન્મ થયો હતો અને જન્મ બાદ તેના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા..! જેના આધારે તપાસ ચલાવામાં આવતા સામે આવ્યું હતું કે તે બાળકના માતા-પિતાના સગામાં કોઈ અન્ય બાળક ગુમ થઈ ગયો હતો જે બાબતની જાણ થતા તેઓ ત્યાં ગયા હતા..! જોકે તાજા જન્મેલા બાળકને છોડીને કોઈ કેમ ચાલી જાય તે પણ એક તપાસનો વિષય છે.

બાળક સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારનો અરૂન અન્દુભાઈ ભુરીયા નામનો 11 વર્ષનો બાળક તેના ઘર નજીક સાયકલ લઈને જતો હતો ત્યારે તેના ઘર પાસે આવેલી યદુનંદન ગૌશાળા નજીક તે સાઇકલ સહિત નીચે પડી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરીને પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News