મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તા ઉપર દબાણ, પાણી અને ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઢગલો


SHARE













મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તા ઉપર દબાણ, પાણી અને ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઢગલો

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ હતી. જેમાં બે સાંસદ, ત્રણ ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા અને ત્યારે પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,પ્રદુષણ, પીવાના પાણીની સહિતના અનેક પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં સમસ્યાઓનું સમયમર્યાદામાં નિવારવા લાવવા માટે કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરઘી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા સહિતના જુદાજુદા વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,વાંકાનેરમાં સર્કિટ હાઉસ બનાવવું, વેસ્ટ કચરાનું પ્રદુષણ અટકાવવું, રસ્તા પરના દબાણ હટાવા અને જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, જમીન દબાણ, ખૂટતા સબ સેન્ટર,  આંગણવાડીઓ, ફિલ્ટર પ્લાન્ટ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા

આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જુના પ્રશ્નોની હકારાત્મકચર્ચા કરી અને નવા પ્રશ્નોના નિકાલ માટે દરેક  વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાંનિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News