વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે બે રસ્તાઓનું વન-વે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું


SHARE











મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે બે રસ્તાઓનું વન-વે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ તથા ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહેશે. જ્યારે લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર. એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે. ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કુલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. જ્યારે ઉમિયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલથી અવની ચોકડીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે. આ જાહેરનામું અગામી ત્રણ માસ સુધી સવારના ૭ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

ટંકારામાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ–મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ–ટંકારા, ખાતે  ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડાટા સાથે સ્વખર્ચે ત્યાં હાજર રહેવાનુ છે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News