મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજમાં બેદરકારી રાખતા હોય લોકો હેરાન: ટીડીઓને કરાઇ રજૂઆત


SHARE













મોરબી તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ ફરજમાં બેદરકારી રાખતા હોય લોકો હેરાન: ટીડીઓને કરાઇ રજૂઆત

મોરબીના ગામડાઓમાં લોકોના કામ ઝડપથી કરવામાં આવે તેના માટે તલાટી કમ મંત્રીને મૂકવામાં આવે છે જો કે, અમુક તલાટી કામ મંત્રીઓ કામ કરતાં નથી અને ફરજમાં બેદરકારી રાખે છે. જેથી લોકો હેરાન થાય છે. તેવી મોરબીના ટીડીઓને સામાજિક કાર્યકર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં મોરબીમાં આવેલ ક્રાંતિજયોત ખાતે રહેતા સામાજિક કાર્યકર મિલનભાઈ સોરીયાએ મોરબીના ટીડીઓને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ગામડાઓમાં  ગ્રામ પંચાયત ખાતે મૂકવામાં આવેલ તલાટી કમ મંત્રીમાંથી અમુક ફરજના સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહેતા નથી, અરજદારો આવકના દાખલા, વારસાઈ આંબા કે અન્ય કામ ઝડપથી કરી આપતા નથી અને સંતોષકારક જવાબ પણ આપતા નથી. અને અરજદારોને ધક્કા ખવડાવે છે. આટલું જ નહીં અમુક તલાટી કમ મંત્રીઓ મોરબીમાં પ્રાઈવેટ ઓફિસો ચલાવી છે. જેથી ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી અને અમુક વારે જ ઓફિસે આવે છે. તેવી પણ ચર્ચા છે. જેથી આ સામાજિક કાર્યકરે ટીડીઓ પાસેથી તલાટી કમ મંત્રીઓનો ગ્રામ પંચાયત કચેરીમાં ફરજનો સમયગાળો શું છે ?, અઠવાડિયામાં ક્યાં દિવસે તાલુકા પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી સાથે મિટીંગનું આયોજન કરવામાં આવે છે ?, તલાટી કમ મંત્રી રજા ઉપર હોય તો ગ્રામ પંચાયત કચેરીએ રજા રિપોર્ટ કરવામાં આવે છે કે કેમ ? વિગેરે જેવી માહિતી માંગવામાં આવેલ છે.






Latest News