મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ


SHARE







મોરબીમાં કોન્ટ્રાક્ટર એસો.એ અધિકારીના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કડક પગલાં લેવા કરી માંગ

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્યએ કરેલ કામના બિલ માટે અનેક વખત માંગણી કરી હતી તો પણ સરકારી અધિકારી દ્વારા તેનુ કરેલ કામનું બિલ આપવામાં આવ્યું ન હતું જેથી તેને આત્મહત્યા કરી હતી આ બનાવ સંદર્ભે મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટરની આત્મહત્યા પાછળ જે અધિકારી જવાબદાર હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે અને મૃતકના પરિવારને તાત્કાલિક તેના બાલી બિલની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસો. ના હોદેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.ના સભ્ય કનુભાઈ પટેલે ગત તા. 15 જૂનના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કેમ કે, કનુભાઈ પટેલે સરકારી કામ રાખીને તે કામ કરી આપ્યું હતું તો પણ તેનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતી અને અનેક વખત માંગણી કરી હતી. તો પણ બાકી બિલની રકમ આપવામાં આવી ન હતી જેથી કરીને નાણાકીય ભીડના કારણે તેને આત્મહત્યા કરી લીધેલ છે અને આ અંતિમ પગલું ભરતા પહેલા તેને અધિકારીને પણ નાણાકીય ભીડની જાણ કરી હતી તો પણ અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી.

વધુમાં જણાવ્યુ હતું કે, અધિકારી બિલ કાઢવા માટે ઉચી ટકાવારીની માંગણી કરતાં હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને કનુભાઈ પટેલને માનસિક ત્રાસ આપતાં હતા અને અમાનવીય વર્તન કરતાં હતા. જેથી આવા અધિકારીની સામે શિક્ષાત્મક પગલાં લઈને કડક સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર્સ એસો. દ્વારા મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. અને મૃતક કનુભાઈ પટેલના બાકી બિલના નાણા વહેલમાં વહેલી તકે તેના પરિવારને આપવામાં આવે તેવી માંગ કરી છે અને કોન્ટ્રાક્ટરને કરેલ કામના બિલની રકમનું ચૂકવણું દર મહિને કરવામાં આવે, સબ કોન્ટ્રાક્ટરને હાલના નિયમમાં ફેરફાર કરીને કાયદેસરની માન્યતા આપવામાં આવે અને જિલ્લા પંચાયતમાં નવી ચાલુ કરેલ એપને બંધ કરીને કોન્ટ્રાક્ટરોને ઓફ લાઈન બિલનું ચુકવણું કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.






Latest News