મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ડમ્પિંગ સાઈટ ઉપર ચોમેર કચરાના ઢગલા જોઈને રિજનલ કમિશનર ચોંકી ગયા !


SHARE













 

મોરબી પાલિકાની ડમ્પિંગ સાઈટ ઉપર ચોમેર કચરાના ઢગલા જોઈને રિજનલ કમિશનર ચોંકી ગયા !

મોરબી નગરપાલિકાની મુલાકાતે રાજકોટ પ્રાદેશિક કચેરીના રિજનલ કમિશનર આવ્યા હતા. ત્યારે તેને જુદાજુદા મુદાઓની ચર્ચા કરી હતી અને ખાસ કરીને મોરબી પાલિકાની ડમ્પિંગ સાઈટ ઉપર ઘન કચરાના ઢગલા થઈ ગયા છે તેનો આગમી 15 જુલાઈ સુધીમાં નિકાલ કરવા માટે આદેશ કર્યો હતો. અને શહેરની સફાઈ વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

રાજકોટ પ્રાદેશિક કચેરીના રિજનલ કમિશનર મહેશ જાનીએ મોરબી નગરપાલિકાની મુલાકાત આવ્યા હતા ત્યારે ચાલી રહેલા કામો અને પડતર કામોની સમીક્ષા કરી હતી. અને તેઓએ પાલિકાની ડમ્પિંગ સાઈટ અને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી જો કે, ડમ્પિંગ સાઈટ ઉપર ચોમેર કચરાના ઢગલા થઈ ગયા છે જેથી કરીને આગામી 15 જુલાઈ સુધીમાં ત્યાંથી કચરાનો નિકાલ કરવા માટેનો આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં જે જગ્યાએ કચરાના ઢગલા થાય છે ત્યાં બ્યુટીફિકેશન કરવા માટેનું આયોજન કરવા ચીફ ઓફિસરને કહ્યું હતું. આટલું જ નહીં તેઓએ શહેરમાં આવેલા રેસ્ટોરન્ટો અને માર્કેટિંગ યાર્ડ જેવા સ્થળોએ જ્યાં વધુ કચરો એકત્રિત થયા છે ત્યાંથી કચરાનો નિકાલ કરવા અલગ પદ્ધતિ અનુસરવા માટેની સૂચન આપી હતી. તેમજ નગરજનોના સહકારથી મોરબીને સ્વચ્છ બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ તેમાં સહકાર આપે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News