હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગરમાં ઘરધણી અગાશી સૂતા રહ્યા અને તસ્કરો દાગીના સહિત 1.64 લાખનો મુદામાલ ચોરી ગયા


SHARE













મોરબીના વિજયનગરમાં ઘરધણી અગાશી સૂતા રહ્યા અને તસ્કરો દાગીના સહિત 1.64 લાખનો મુદામાલ ચોરી ગયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઇન રોડ ઉપર આવેલ વિજયનગરના નાકા પાસે રહેતો યુવાન તેના ઘરે નીચેના રૂમને તાળું મારીને પરિવારજનો સાથે ઉપરના માળે સુવા માટે ગયો હતો દરમિયાન તેના ઘરના દરવાજાને તોડીને અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 1,64,500 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઈન રોડ ઉપર વિજયનગર નાકા પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (48) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તા. 22/6 ના રોજ રાત્રીના 12:00 થી સવારના 6:00 વાગ્યા દરમિયાન તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર પરિવારજનો સાથે સુતા હતા દરમ્યાન રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને મકાનના દરવાજાનો લોક તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ ઘરમાં રાખવામાં આવેલ લોખંડની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 ના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News