વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે શાકભાજી સાથે દારૂનું વેચાણ :૨૦૪ બોટલો સાથે એક ની ધરપકડ, સુરેન્દ્રનગરના શખ્સની શોધખોળ


SHARE













મોરબીના બેલા ગામે શાકભાજી સાથે દારૂનું વેચાણ :૨૦૪ બોટલો સાથે એક ની ધરપકડ, સુરેન્દ્રનગરના શખ્સની શોધખોળ

મોરબી એલસીબીનો સ્ટાફ વોચ તપાસમાં હતો ત્યારે સ્ટાફના માણસોને મળેલ બાતમીને આધારે મોરબીના બેલા ગામે ખોખરા હનુમાનના રસ્તે બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી.ત્યાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેને આધારે ત્યાં પોલીસ દ્રારા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી 204 બોટલ દારૂ સાથે એક ઇસમની સ્થળ ઉપરથી જ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવા માટે પોલીસ દ્રારા શોધખોળ શરૂ કરાયેલ છે.

રાજકોટ રેંજના આઇજી અશોકકુમાર દ્રારા મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીને મોરબી જીલ્લામાં દારી તેમજ જુગારની સહીતની ગેર કાયદેસર પ્રવૃતિઓને કડક હાથે ડામી દેવા સુચના કરેલ હોય જીલ્લા પોલીસવડા ત્રિપાઠીએ એલસીને જીલ્લામાં સતર્ક રહેવા સુચના કરેલ હોય એલસીબીના ઇનચાર્જ પીઆઇ એમ.પી.પંડયા તેમજ પીએસઆઇ કે.એચ.ભોચીયા તથા પીએસઆઇ એસ.આઇ.પટેલ તેમજ એલસીબી સ્ટાફના માણસો વોચ તપાસમાં હતા.તે દરમ્યાનમાં સ્ટાફના નિરવભાઇ મકવાણા અને દશરથસિંહ પરમારને સયુંકતપણે બાતમી મળી હતી કે, સાગર દેવજીભાઇ પંચાસરા જાતે દેવીપુજક (૨૨) રહે.બેલા ગામના તળાવ પાસે હાલ બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે, પોલો સર્કલથી આગળ, સ્કોટો સીરામીકની સામે, શાકાભાજીનો ધંધો કરે છે.અને તેની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે.અને હાલે તે આ દારૂના જથ્થની હેરફેર કરી રહેલ છે.જેથી ઉપરી સ્ટાફને વાકેફ કરીને તે જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી પોલીસને 8 PM સ્પેશીયલ વ્હીસ્કીની ૧૪૪ બોટલો કિંમત રૂા.૪૩,૨૦૦ તેમજ વ્હાઇટ લેક ઓરેન્જ ફલેવર વોડકાની ૬૦ બોટલો કિંમત રૂા.૧૮,૦૦૦ નો દારૂનો જથ્થો તેમજ રૂા.૫૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા ઇંગ્લીશ દારૂની કુલ ૨૦૪ બોટલો કિંમત રૂા.૬૧,૨૦૦ અને મોબાઇલ મળીને કુલ ૬૬,૨૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી મળી આવેલા સાગર દેવજીભાઇ પંચાસરા જાતે દેવીપુજક (ઉ.વ.૨૨) રહે.બેલા ગામ તળાવની બાજુમાં તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ વસંત કાનજીભાઇ વાણીયા રહે.પીપળી ગામ, તા.પાટડી જી.સુરેન્દ્રનગરનું નામ સામે આવતા બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

કાર ચાલકે હડફેટ લેતા ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા શીતલબેન અમિતભાઈ ગઢીયા નામના 25 વર્ષીય મહિલા બાઇકમાં બેસીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ પાસેથી જતા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ શીતલબેન ગઢીયાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા જ્યોતિબેન મુકેશભાઈ મકવાણા નામની 22 વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્ટાફના એચ.એમ.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.








Latest News