મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારાના લખધિરગઢ ગામેથી વડોદરા જવાનું કહીને યુવાન ગુમ


SHARE









ટંકારાના લખધિરગઢ ગામેથી વડોદરા જવાનું કહીને યુવાન ગુમ

ટંકારા તાલુકાના લખધિરગઢ ગામે રહેતો યુવાન ઘરેથી વડોદરા કામ હોવાથી જવાનું કહીને નીકળ્યો હતો ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યો છે અને તે ગુમ થઈ ગયો છે જેથી છેલ્લા પાંચ દિવસથી યુવાન ગુમ હોય તેના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લગધીરગઢ ગામે રહેતા અમરશીભાઈ ડાયાભાઈ ઢેઢી જાતે પટેલ (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો વિજયભાઈ અમરશીભાઈ ઢેઢી જાતે પટેલ (32) ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 18/6/24 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેનો દીકરો દિગ્વિજયભાઈ ઢેઢી ઘરેથી વડોદરા કામ હોવાથી ત્યાં જાય છે તેવું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યો છે જેથી કરીને ગુમ થયેલા યુવાનના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદના આધારે પોલીસે ગુમ થયેલા યુવાન દિગ્વિજયભાઈ ડેઢીને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે.




Latest News