મોરબીમાં દરબાર બોર્ડિંગ સામે ટ્રેનની હડફેટે ચડી ગયેલ યુવાનનું મોત
માળીયા (મી)ના મોટા દહીસરા નજીકથી બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરા નજીકથી બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું મોત
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતો યુવાન વવાણીયા ગામ તરફ જવાની ફાટક પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા પ્રકાશભાઈ કાનાભાઈ ઇન્દરિયા (22) નામનો યુવાન મોટા દહીસરાથી વવાણીયા ગામ તરફ જવાના રસ્તે ફાટક પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ રાહુલભાઈ કાનાભાઈ ઇન્દરિયા રહે. મોટા દહીસરા વાળાએ માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા રમાબેન દામજીભાઈ પરમાર (56) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને વજેપર શેરી નં-3 પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
વૃદ્ધા સારવારમાં
મોરબીના લાલપર ગામે રહેતા દેવુબા હરિસિંહ ઝાલા (71) નામના વૃદ્ધા મોરબીમાં નગરદરવાજા પાસે આવેલ મહેશ્વરી કોલ્ડ્રીંક પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અને અકસ્માતના બનાવમાં વૃદ્ધાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.