અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

તંત્રની પ્રિ મોનસુન કામગીરીનો છેદ ઉડાવતા મેઘરાજા: મોરબીના અનેક વિસ્તારો બે ઇંચ વરસાદમાં બેટ !, લોકો હેરાન


SHARE









મોરબી શહેરી વિસ્તારમાં આજે 11:00 વાગ્યાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કર્યું હતું અને એક કલાકમાં મન મૂકીને મોરબી ઉપર હેત વસાવતા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવતી હતી તેની પોલ ખોલી નાખી હતી અને મોરબીના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 

સમગ્ર ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયુ છે. અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો આજે સવારે 11:00 વાગ્યાથી મોરબી શહેરી વિસ્તારની અંદર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને 11 થી 12 અંદાજે એક કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવી માહિતી પાલિકામાંથી જાણવા મળી છે. અને પ્રથમ બે ઇંચ જેટલા વરસાદમાં જ મોરબી શહેરના સનાળા રોડ, લાતી પ્લોટ, મહેન્દ્ર પરા, માધાપરા, ઋષિકેશ વિદ્યાલય સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલય પાસે વેપારીઓની દુકાનમાં તેમજ લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હોય જો વધુ વરસાદ થશે તો શું થશે તેની ચિંતા અત્યારથી જ લોકોને સતાવી રહી છે. મોરબીના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેમ છતાં પણ તેનો કાયમી નિકાલ આજ સુધી પાલિકા તંત્ર લાગ્યું નથી જેના કારણે આ ચોમાસામાં પણ લોકોને હેરાન થવું પડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.




Latest News