મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/7/24 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.
જેથી મોરબી જિલ્લા રાજપુત સમાજના વિદ્યાર્થીઓએ પોતાની માર્કસીટ તા. 15/7/24 સુધીમાં પહોચડવાના છે ત્યારબાદ કોઈની માર્કસીટ લેવામાં આવશે નથી જેથી વિદ્યાર્થીઓએ પોતાના માર્કસીટ જશવંતસિંહ એલ. ઝાલા (સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી), રાજભા સોઢા (હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી), મહાવીરસિંહ જે. જાડેજા (મોરબી નગરપાલીકા), મહાવીરસિંહ એ. જાડેજા (તલાસ, કડીયા બોર્ડીંગ મોરબી), દીલીપસિંહ પરમાર (રાજ પાન, નટરાજ ફાટક પાસે, મોરબી), હરદેવસિંહ એચ. જાડેજા (હાઉસિંગ બોર્ડ મોરબી-2)ને પહોચડવાના છે તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે.









