મોરબીમાં શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ કરવા અજય લોરીયાની ટીમે ૧૧.૨૬ લાખ એકત્રિત કર્યા
મોરબીના વાવડી રોડે ભારત-પાકિસ્તાનની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો: ૩ ની શોધખોળ
SHARE









મોરબીના વાવડી રોડે ભારત-પાકિસ્તાનની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો: ૩ ની શોધખોળ
ગઈકાલે આઈપીએલની ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હતી ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ક્રિકેટ સટ્ટો રમાયો હતો દરમિયાન વાત કરીએ મોરબીની તો મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે એક શખ્સ લાઇવ મેચ ક્રિકેટ લાઇવ એપ્લિકેશનમાં જોઈને ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોય તેની પોલીસે ૯૫૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી ત્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં લાઈવ ભારત પાકિસ્તાનની મેચ જોઈને અર્જુનસિંહ દિલુભા ઝાલા દરબાર (ઉંમર ૩૦) રહે. મહારાણા પ્રતાપ સોસાયટી શેરી નંબર-૧, મોરબી વાળાની પોલીસે ૪૫૦૦ રૂપિયા રોકડા તેમજ પાંચ રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૯૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ઋષિરાજ પરમાર, મામા બારોટ અને લાલાભાઇ સોઢીયા આ ત્રણ શખ્સોના નામ મળેલા હોય તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે
