મોરબીના વાવડી રોડે ભારત-પાકિસ્તાનની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો: ૩ ની શોધખોળ
મોરબીના જલારામ મંદિરે આગામી ૪ તારીખે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
SHARE









મોરબીના જલારામ મંદિરે આગામી ૪ તારીખે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા દર મહિને ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જો કે, આગામી ૪ તારીખે દિવાળી હોવાથી કેમ્પ યોજાશે નહિ તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે યોજાઇ છે જો કે, આગામી તા ૪ ના રોજ દિવાળી હોવાથી આ કેમ્પ યોજાશે નહીં અને ત્યાર પછીના મહિને એટલે કે તા ૪/૧૨ ના રોજ રાબેતા મુજબ કેમ્પ યોજવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨ ૧૮૪૧૫) નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮ ૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવા માટે જલારામ સેવા મંડળના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડએ જણાવ્યુ છે
