મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ
મોરબી: જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE
મોરબી જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 4 ના રોજ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે કેમ્પ યોજાશે. અને આ કેમ્પ માટે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર તરફથી આર્થિક સહયોગ મળેલ છે.
આ કેમ્પમાં ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવાની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમાં તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦ ૮૨૪૬૮), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮ ૮૦૫૮૮), હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયાનો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.