મોરબીના વાવડી રોડે રહેતા આધેડનું હાર્ટ અટેક-લીવર ફેઇલ થઈ જતાં મોત
SHARE
મોરબીના વાવડી રોડે રહેતા આધેડનું હાર્ટ અટેક-લીવર ફેઇલ થઈ જતાં મોત
મોરબીના વાવડી રોડે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડને હાર્ટ અટેક આવતા તેમજ લીવર ફેઇલ થઈ ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની મૃતકના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર-2 માં રહેતા ભરતભાઈ કાનજીભાઈ ચાડમિયા જાતે પટેલ (54) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ અટેકનો હુમલો આવ્યો હતો તેમજ લીવર ફેઇલ થઈ જતા તેમનું મોત નીપજયું હતું જેથી કરીને આ અંગેની મૃતકના ભાઈ સતિષભાઈ કાનજીભાઈ ચાડમિયા રહે. ભૂમિ ટાવર પાસે મારુતિ પેલેસ બ્લોક નં- 103 નાની વાવડી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે