મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરીયા ગામે વાડીના સેઢે માલઢોર બાંધવાની ના પડ્યા યુવાન ઉપર ધારિયા વડે હુમલો, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE



























વાંકાનેરના લુણસરીયા ગામે વાડીના સેઢે માલઢોર બાંધવાની ના પડ્યા યુવાન ઉપર ધારિયા વડે હુમલો, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે વાડીના સેઢા પાસે માલઢોર બાંધવાની યુવાને ના પાડતા તે સારું ન લાગ્યું હતું જેથી સામે વાળાએ યુવાનને ઉપર લોખંડના ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને પગના નળા, છાતી, કાનની બુટ અને ડોક પાસે માર મારીને ઇજા કરી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ હાલમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામે વાડીએ રહેતા ચતુરભાઈ તેજાભાઈ જીંજરિયા જાતે કોળી (43)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોમાભાઈ તેજાભાઈ જીંજરિયા, સંજયભાઈ સોમાભાઈ જીંજરિયા અને પાયુબેન સોમાભાઈ જીંજરિયા રહે. બધા લુણસરિયા ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લુણસરીયા ગામે તળાવીયા તરીકે ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને વાડીના શેઢે સોમાભાઈ જીંજરિયાને માલઢોર નહીં બાંધવા માટે કહ્યું હતું જે તેમને સારું નહીં લાગતા સોમાભાઈએ લોખંડના ધારિયા વડે ફરિયાદીને ડાબા પગના નળા અને છાતીના ભાગે માર મારીને ઈજા કરેલ છે તો સંજયભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના ધારિયા વડે ફરિયાદીને કાનની બુટ પાસે અને ડોક નજીક માર મારીને ઇજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધારદાર હથિયાર વડે ઇજાઓ કરેલ છે જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News